વાંરવાર એક જ નામથી કેમ બનાવાય છે આ ફિલ્મ? જાણો કઈ રીતે કરી 800 કરોડની કમાણી!
અક્ષય કુમારે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાંથી કેટલીક ફિલ્મોને હોલીવુડની જેમ સિરિઝમાં બનાવવામાં આવી છે. પછી તે હેરાફેરી હોય કે હાઉસફૂલ. હાઉસફૂલની ચાર સિક્વલ બની છે બધી સુપરહિટ રહી છે. ખાસ વાત એ છે કે કમાણીની દૃષ્ટિએ આ તમામે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે અને છેલ્લી ફિલ્મે 250 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
30 એપ્રિલ, 2010ના રોજ હાઉસફુલ પહેલીવાર થિયેટરમાં આવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અર્જુન રામપાલ, દીપિકા પાદુકોણ હતા. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. અને બોક્, ઓફિસ પર ધૂમ મચાવી હતી. ખૂબ પસંદ કરવામાં આવી હતી. માત્ર 35 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે તે વર્ષે 124 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
5 એપ્રિલ, 2012 ના રોજ હાઉસફૂલ-2 રોજ રિલીઝ થઈ હતી. તે સમયે 45 કરોડ રૂપિયા ખર્ચીને બનેલી આ ફિલ્મ 186 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય રિતેશ દેશમુખ, જ્હોન અબ્રાહમ, શ્રેયસ તલપડે પણ હતા.
3 જૂન, 2016ના રોજ હાઉસફૂલ-3 રિલીઝ થઈ હતી. જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો જ્યારે અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, જેકલીન ફર્નાન્ડીઝ, લિસા હેડન, નરગીસ ફખરી જેવા અન્ય સ્ટાર્સ પણ હતા. ફિલ્મનું બજેટ વધારીને 60 કરોડ કરવામાં આવ્યું હતું પરંતુ જેમ જેમ બજેટ વધ્યું તેમ કલેક્શન પણ વધ્યું. આ ફિલ્મે 196 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
2019માં રિલીઝ થયેલી હાઉસફુલ 4 એ સૌથી વધુ એવોર્ડ જીત્યા હતા. દિવાળી નજીક રિલીઝ થયેલી આ ફિલ્મને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. 75 કરોડના બજેટવાળી મલ્ટિસ્ટારર ફિલ્મે 280 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે અક્ષય કુમાર સાથે ફરી એકવાર હાઉસફૂલ-5 ની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીની હાઉસફૂલ સિરિઝની આ ચાર ફિલ્મો પર કુલ 215 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને કમાણીનો આંકડો 800 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો હતો. આગામી દિવસોમાં અક્ષયની આ ફિલ્મ કમાણીનો નવો રેકોર્ડ બનાવે તો નવાઈ નહીં.